તારીખ:-01/08/2025 ના રોજ વિદ્યામંદિર ટ્રસ્ટ પાલનપુર સંચાલિત ડી.ડી ચોકસી કોલેજ ઓફ સેકન્ડરી એજ્યુકેશન અને સ્વામીવિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી (કર્ણાવત વિભાગ) સાથે (MoU) સમજૂતી પત્ર કરવામાં આવ્યું . આ કાર્યક્રમમાં સ્વામીવિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી (કર્ણાવત વિભાગ) ના પ્રચારક શ્રી માનસભાઈ ભટ્ટ , સ્વામીવિવેકાનંદ કેન્દ્ર અમૃત પરિવાર પ્રમુખ શ્રી નલીનભાઈ પંડ્યા, તેમના ધર્મ પત્ની રક્ષાબેન પંડ્યા હાજર રહ્યા હતા , તેમજ કોલેજના પ્રિન્સીપાલ ડૉ નીલુબેન ઘોષ ,તમામ સ્ટાફ અને સેમેસ્ટર-૧ ના તાલીમાર્થીઓ હાજર રહ્યા હતા. સૌપ્રથમ કોલેજના પ્રિન્સીપાલશ્રીએ સ્વામીવિવેકાનંદ કેન્દ્રમાંથી આવેલા મહેમાનોનો પરિચય કરાવી તેમનુંશબ્દોથી સ્વાગર કર્યું હતું ત્યાર બાદ શ્રી નલીનભાઈ પંડ્યાએ સ્વામીવિવેકાનંદ કેન્દ્ર વિષે વિસ્તૃત માહિતી આપી હતી તેમજ આ કેન્દ્ર અંતર્ગત કરવાની પ્રવૃતિઓ વિષે પણ માહિતી આપી હતી ત્યાર બાદ શ્રી માનસભાઈ ભટ્ટએ આધ્યાત્મિકતા વિષે વિસ્તૃત માહિતી આપી હતી. અંતે સ્વામીવિવેકાનંદ કેન્દ્ર દ્વારા વિદ્યાર્થીઓમાં સારા વ્યક્તિત્વના ગુણો કેળવાય, ભારતના સારા નાગરિક બને તે હેતુથી આ (MoU) સમજૂતી પત્ર પર સ્વામીવિવેકાનંદ કેન્દ્રના પ્રતિનિધિ શ્રી નલીનભાઈ પંડ્યા અને કોલેજના પ્રતિનિધિ પ્રિન્સીપાલ ડૉ નીલુ ઘોષ, કોઓર્ડીનેટર પ્રા.ભુલાભાઈ પટેલીયા અને તમામ સ્ટાફ દ્વારા MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.