ભારત દેશના સ્વતંત્રતા દિવસ તરીકે ૧૫મી ઓગસ્ટના દિવસને ઉજવવામાં આવે છે. ઈ.સ.૧૯૪૭માં આ દિવસે અંગ્રજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો હતો, એના સન્માનમાં દર વર્ષે ૧૫ મી ઓગસ્ટે દેશભરમાં આઝાદીનું પર્વ ઉજવવામાં આવે છે. આ દિવસે આપણે આપના દેશની આઝાદીનું સ્મરણ કરીએ છીએ અને શહીદોના બલિદાનોને શ્રદ્ધાજલિ અર્પણ કરીએ છીએ.
૨૦૨૫માં વિદ્યામંદિર કેમ્પસના મુખ્ય મેદાનમાં ૭૯ સ્વાતંત્ર્ય દિવસ હર્ષ અને ઉમંગ સાથે ઉજવાયો. સવારે ૯:૦૦ વાગે કાર્યક્રમનો આરંભ થયો હતો. આ કાર્યક્રમમાં વિદ્યામંદિર ટ્રસ્ટના કાર્યકારી નિયામકશ્રી મહેન્દ્રભાઈ પટેલ, એચ.આર મેનેજર શૈલેશભાઈ લીમ્બાચીયા , સેન્ટ્રલ ઓફીસના તમામ સ્ટાફ ,તમામ સંસ્થાઓના આચાર્યશ્રીઓ , તમામ સ્ટાફ અને ધોરણ ૩ થી ધોરણ ૧૨ તમામ વિધાર્થીઓ તેમજ તમામ કોલેજના તમામ તાલીમાર્થીઓ હાજર રહ્યા હતા. ધ્વજવંદન બાદ રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો અને વકત્વયો દ્વારા પોતાની કલાત્મકતા રજુ કરી હતી. દેશના સહીદોને શ્રદ્ધાજલિ આપવી અને તેમના કાર્યોને યાદ કરવામાં આવ્યું. આ રીતે ૧૫ ઓગસ્ટનો પાવન દિવસ ઉત્તમ રીતે ઉજવાયો આ ઉજવણીના માધ્યમથી વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભક્તિ . એકતા અને કર્તવ્યનિષ્ઠાની ભાવનાનો વિકાસ થયો.